હળવદ : હળવદમાં આવેલ બ્રાહ્મણી-1 ડેમ અત્યારે 90% જેટલો ભરાઈ ગયેલ છે. હજુ પણ પાણીની આવક ચાલુ છે. તો ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે. આથી, ડેમની નીચે આવતા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સાવચેતીમાં પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આથી, ગોલસણ, પાંડાતીરથ, મેરુપર, સુંદરગઢ, શિરોઈ, સુસવાવ, કેદારીયા, રણજીતગઢ, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, અજીતગઢ, ટીકર, માનગઢ તથા ખોડ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.