ઉપરવાસના ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમ રાતોરાત થયો ઓવરફ્લો મોરબી : ગઈકાલે સાંજે 28 ફૂટ ભરાયેલો મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઉપરવાસના ભારે વરસાદને કારણે રાતોરાત ઓવરફ્લો થતા ડેમના તમામ 18 દરવાજા 12 ફૂટ સુધી તબક્કાવાર ખોલાતા નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ રાતોરાત છલકાઈ જતા ડેમના તમામ 18 દરવાજા તકેદારીના ભાગરૂપે તબક્કાવાર 12 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 1036 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જળરાશી છોડવામાં આવી રહી છે. ડેમની સાઇટ પરથી આ દ્રશ્ય જાણે સમુદ્ર ઘૂઘવતો હોય તેવું ભાસી રહ્યું છે. કોરોના મહામારીને લઈને ડેમ પર જવા આવવા પર અગાઉથી જ પ્રતિબંધ હોય લોકો ડેમ પર નથી આવી રહ્યા. જો કે તંત્રએ વધુ એક વખત લોકોને ડેમ સાઇટ તરફ ન જવા માટે અનુરોધ કર્યો છે. મોરબી અપડેટની ટીમ દ્વારા છલકાતા ડેમનો મનમોહક નજારો વ્યુઅર્સ માટે કેપ્ચર કર્યો છે. લોકો ઘેર બેઠા જ ઉછળતા મોજા સ્વરૂપ છલકાતા ડેમનો નજારો ઓનલાઈન માણી રહ્યા છે. મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર.. મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર.. #MorbiUpdate https://www.facebook.com/morbiupdate/