ટંકારા અને માળિયામાં પોણો ઇંચ વરસાદ મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી મેઘરાજા અવિરત પડી રહ્યા છે. જેમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા દરમિયાન મોરબીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હળવદમાં ત્રણ ઇંચ અને વાંકાનેરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે ટંકારા અને માળિયામાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 24 ઓગસ્ટ : ગત રાત્રીના 12થી સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત મોરબી - 85 mm વાંકાનેર - 45 mm હળવદ - 71 mm ટંકારા - 19 mm માળિયા -19 mm 24 ઓગસ્ટ : ગઈકાલે સવારના 6થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં પડેલા કુલ વરસાદની વિગત મોરબી - 249 mm વાંકાનેર - 177 mm હળવદ - 157 mm ટંકારા - 270 mm માળિયા - 129 mm નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય