મોડપર અને બીલીયા ગામ વચ્ચેનો રસ્તો ધોવાયો : રાજપર, કુંતાસી, ફડસર, બોડકી, જીંજોડા, વર્ષામેડી સહિતના ગામો બેટમાં ફેરવાયા મોરબી : મોરબી જિલ્લામાં સવારથી અવિરતપણે વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ નુકસાન સર્જાયું છે. જેમાં મોરબીની જનકનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે. વધુ વિગતો જોઈએ તો મોરબી શહેરમાં વાવડી રોડ પર આવેલ જનકનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે. અહીંના સ્થાનિક પાર્થ ભટ્ટના જણાવ્યા પ્રમાણે તંત્રની તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા મળેલ નથી. જો આવીને આવી જ સ્થિતિ રહેશે તોહ લોકોને ખુબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. તેમ તેઓએ જણાવ્યું છે. વધુમાં મોડપર-બિલિયા ગામ વચ્ચેનો રસ્તો ધોવાઇ જતા મોડપર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. બીજી તરફ જુના ઘાટીલા પ્લોટ વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો છે. આ સાથે રાજપર, કુંતાસી, ફડસર, બોડકી, જીંજોડા, વર્ષામેડી સહિતના ગામો પણ બેટમાં ફેરવાયા છે. જનકનગર સોસાયટી ફાટસર મોડપર