મોરબી : મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જોગારધારા હેઠળ નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 22ના રોજ મોરબી શહેરમાં અમરેલી રોડ પર ઉમા કોલ પાસે ખુલ્લામાં જુગાર રમતા રમેશભાઇ કરમશીભાઇ દેલવાણીયા, સોમાભાઇ મહાદેવભાઇ હળવદીયા અને રહિમભાઇ હાસમભાઇ સુમરાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 1,080 જપ્ત કર્યા છે. અને આરોપીઓની અટકાયત કરી છે.