માળિયા : માળિયામાં ગત રાતથી આજે સાંજ સુધીમા મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરતા સમગ્ર પંથક પાણીમાં તરબોળ થયું છે. આજનો રવિવાર મોટાભાગના લોકોને ઘરમાં જ પસાર કરવો પડ્યો હતો. સૌથી વધુ વીર વિદરકા ગામે અસર જોવા મળી હતી. જેમાં આ ગામમાં ખેતરો ધોવાયા છે અને ગામમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે.