માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મહેન્દ્રગઢ ગામમાં એક મહિલાએ ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મહેન્દ્રગઢમાં રહેતા શરદભાઈ ઠોરીયાના પત્ની આશાબેન (ઉ.વ.)એ ગઈકાલે તા. 21ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ઝેરી દવાના ટીકડા પીને આપઘાત હતો. તેઓને પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતકના લગ્નને 8 માસનો સમયગાળો થયો છે. અને તેને સંતાન નથી. તથા સાસુ-સસરા સાથે રહે છે. હાલમાં પોલીસ દ્વારા આ બનાવની વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે.