ટંકારા પોલીસે ફરિયાદ નોંધી રાબેતા મુજબ તપાસ હાથ ધરી ટંકારા : ટંકારા લતીપર રોડ આવેલ કોમ્પ્લેક્ષોની દુકાનોમાં બે દિવસ પહેલા તસ્કરોએ તરખાટ મચાવીને કિંમતી મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.આ ચોરીના બનાવમાં દુકાનોના માલિકોએ તેમની દુકાનોમાં કુલ રૂ. ૧,૯૫ લાખના મુદ્દામાલની ચોરી થયાની ગઈકાલે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી ટંકારા પોલીસે આ બનાવની રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારાના જબલપુર પ્લોટ વિસ્તારમાં રહેતા અને ટંકારા લતીપર રોડ આવેલ કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા વેપારી જયદિપભાઇ ભુદરભાઇ ભાલોડીયા ગઈકાલે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.૧૯ ના રોજ ટંકારા લતીપર રોડ આવેલ કોમ્પ્લેક્ષમાં આવેલ તેમની તથા અન્ય દુકાનોમાં કોઇ અજાણ્યા માણસએ શટર કોઇ સાધનોથી ઉચકાવી દુકાનોમાં પ્રવેશ કરી ફરિયાદીની દૂકાનમાંથી રોકડા રૂપીયા તથા જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન તથા લીનોવા કંપનીનુ લેપટોપ મળી કુલ રૂ. ૧,૧૬,૫૪૭ ના મુદમાલની તેમજ સાહેદ હર્ષદભાઇની બાપા સીતારામ મોબાઇલની દુકાનમાંથી રોકડા રૂપીયા તથા જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭૮,૬૨૯ ના મુદમાલ મળી કુલ રૂ. ૧,૯૫,૧૭૬ ના મુદામાલની ચોરી કરી ગયા હતા.તેમજ આજુબાજુમાં આવેલ બીજી દુકાનોના શટર તોડી તેમાંથી નાની મોટી ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.