ત્રણેય ટ્રકોને નુકસાન, સદનસીબે જાનહાની ટળી માળીયા (મી.) : ગઈકાલે સાંજે સુરજબારી પૂલ પર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. ત્રણ ટ્રકો અથડાતાં ટ્રાફિક જામ થયો હતો. આ અકસ્માતમાં ત્રણેય ટ્રકોને નુકસાન થયું હતું. તેમજ સદનસીબે જાનહાની ટળી હતી. ગઈકાલે તા. 20ના રોજ સાંજે 5 વાગ્યા આસપાસ સુરજબારી પૂલ પર માળીયા (મી.) બાજુ જતા રસ્તે ત્રણ ટ્રકો એકસાથે અથડાયા હતા. સદ્નસીબે ટ્રકચાલક કે અન્ય કોઈને ઇજા પહોંચી નથી. ત્રણેય ટ્રક અથડાતા વનવે બ્લોક થઇ ગયો હતો. જેના કારણે 3-4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ખાસ કરીને રાત્રે 10થી 12-30 વાગ્યા સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. આ અકસ્માત બાદ સુરજબારી નેશનલ હાઈવે ઓથોરીટીની પેટ્રોલિંગ ટીમ દ્વારા ક્રેન વડે ત્રણેય ટ્રકોને ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો.