મોરબી : મોરબી શહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. ગઈકાલે તા. 20ના રોજ મોરબીના માધાપર વિસ્તારમાં શેરી નં. 17ના નાકા પાસે જુગાર રમતા રમેશભાઇ મનહરલાલ સોલંકી, અશોકભાઇ અમરશીભાઇ દેગામા તથા બાબુભાઇ વેળશીભાઇ વીંઝુવાડીયાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 6,250 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.