કોરોનાની મહામારીને ધ્યાને લઈને ગામના સરપંચે દ્વારા નિર્ણય જાહેર કરાયો હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે કેદારનાથ મહાદેવ મંદિરે આવેલ વર્ષો જૂની પ્રાચીન ધરો કેદાર ધરો તરીકે ઓળખાય છે. આ કેદાર ધરોમાં દર ભાદરવા માસમાં હળવદ પંથક અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પિતૃતર્પણ કરવા આવતા હોય છે. પણ આ વખતે કોરોનાની મહામારીને લઈને આ કેદાર ઘરોમાં ચાલુ ભારદવા માસમાં શ્રદ્ધાળુઓએ પિતૃતર્પણ નહિ કરી શકે. ગામના સરપંચ દ્વારા આ વખતે કોરોનાને લઈને ભીડનું જોખમ ટાળવા માટે કેદાર ઘરોમાં પિતૃતર્પણ વિધિ બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. હળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિરે આવેલી પ્રાચીન કેદાર ધરોમાં વર્ષોથી ભાદરવા માસમાં પિતૃતર્પણ વિધિ થાય છે. હળવદ પંથક સહિતના દૂર દૂરથી મોટી સંખ્યામાં દર ભાદરવા માસમાં લોકો કેદાર ધરો ખાતે ઉમટી પડતા હોય છે અને પોતાના પિતૃઓના મોક્ષાર્થે આ કેદાર ઘરોમાં પ્રાચીન વિધિ પ્રમાણે પિતૃતર્પણ કરતા હોય છે. પણ આ વખતે કોરોનાની મહામારીને લઈને જો વધુ ભીડ ઉમટે તો કોરોનાનું સંક્રમણ થવાની શકયતા હોવાથી આ જોખમ ટાળવા માટે આ કેદાર ધરોના સંચાલકો તથા સુસવાવ ગામના સરપચ દ્વારા ચાલુ ભાદરવા માસમાં કેદાર ધરો ખાતે પિતૃતર્પણ વિધિ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેની દરેક શ્રદ્ધાળુઓએ નોંધ લેવાની અપીલ કરવામાં આવી છે.