સલામતી માસની ઉજવણીના ભાગરૂપે લેમીનેટના કારખાનાઓમાં ફાયર સેફટીની મોકડ્રિલ યોજાઈ મોરબી : મોરબી જિલ્લામાં સલામતી માસ ઉજવણીના ભાગરૂપે લેમીનેટના કારખાનાઓમાં ફાયર સેફટીની મોકડ્રિલ યોજાઈ હતી. એ દરમિયાન ચાર લેમીનેટની ફેકટરીઓમાં ફાયર સેફટી બાબતે બેદરકારી દાખવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા ફેકટરી ઇન્સપેક્ટર દ્વારા કાર્યવાહી કરીને આ ચારેય ફેકટરીઓ નોટિસ આપવામાં આવી હતી. સલામતી માસની ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લામાં ગત સપ્તાહે વાંકાનેર હાઈવે પર આવેલી કેલડીેયાર્સ ઈન્ડીયા ખાતે તથા મોરબીના બેલા રોડ પર આવેલ અક્ષય સી.એન.જી. સ્ટેશન ખાતે ફાયર સેફ્ટી બાબતની મોકડ્રિલ યોજાઇ હતી. જેમાં કારખાનાઓમા કામ સમયે આગ લાગી જતાં ઓન સાઈટ ઈમરજન્સી લાગુ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ મોકડ્રિલ મા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ફેકટરી ઈન્સ્પેકટરો હાજર રહ્યા હતા અને કારખાનાઓમાં સલામતી બાબતની જાણકારી આપી હતી.વધુમાં મોરબીમા ઈન્ડસ્ટ્રીઝમા સલામતીના ભાગરૂપે કંડલા હાઈવે પર ચાર લેમીનેટ કારખાનાઓમાં ફેકટરી ઈન્સ્પેકટરો દ્વારા સલામતી બાબતે નોટિસ આપવામાં આવેલ છે. જેમાં અભય લેમીનેટ, ફાસ્ટન લેમીનેટ, ઓવેલ લેમીનેટ અને ગ્રેવિટી લેમીનેટને ફાયર સેફટી બેદરકારી જેવી કે ફાયરના સાધનો વાઓરતા ન અવડવું, ઓન સાઈડ ઇમરજન્સી પ્લાન્ટના ઉપયોગની ખબર ન પદવી સહિતની બેદરકારી મામલે નોટિસ ફટકારવામાં આવી હતી અને આગામી દિવસોમાં પણ ઈન્ડસ્ટ્રીઝમા થતા અકસ્માતો ઘટાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ફેકટરી ઇન્સ્પેક્ટર એચ.એ.ચોટલીયાએ જણાવ્યું હતું.