મોરબી : મોરબી નગરપાલિકાના બે સફાઈકર્મીઓ અને એક કમ્પ્યુટર ઓપરેટરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલમાં દરેક સફાઈકર્મીઓના કોરોના ટેસ્ટ લેવાનું શરુ કરાયું છે. તેમજ પાલિકા કચેરીમાં સેનેટાઇઝીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગઈકાલે બે સફાઈકર્મીઓ અને કમ્પ્યુટર ઓપરેટરનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. મોરબી નગરપાલિકાના આશરે 500થી વધુ કર્મચારીઓ છે. જે દરેકના ટેસ્ટ કરવામાં આવશે. આથી, લગભગ 3-4 દિવસ સુધી ટેસ્ટિંગની કામગીરી ચાલશે. પાલિકાના ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તકેદારીના ભાગરૂપે આજે પાલિકાના આખા બિલ્ડીંગમાં સેનેટાઇઝીંગની કામગીરી આવી છે.