મોરબી : આજે તા. 21 ઓગસ્ટને પોસ્ટ વિભાગ લોગ ઈન ડે તરીકે ઉજવશે. જે નિમિત્તે મોરબી શહેરના 40 તથા ગ્રામ્ય વિસ્તારના 140 મળી કુલ 180 પોસ્ટમેન જુદા-જુદા વિસ્તારોમાં જઈ કેમ્પનું આયોજન કરશે. જેમાં લોકોને IPPBનું ઇન્ટરનેટ સુવિધાવાળા પોસ્ટમાં ખાતા ખોલવા હોય કે રાષ્ટ્રીયકૃત બેંકમાંથી પૈસા ઉપાડવા હોય સહિતની વિવિધ કામગીરીઓ કરવામાં આવશે. ઘરેબેઠા બેન્કમાંથી રકમ ઉપાડવા માટે બેન્ક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. આ આયોજન મેારબી MDGના પાેસ્ટમેન સાથે પરમારભાઈ અને મહેતાભાઈના સીધા માર્ગદર્શન હેઠળ અને ભાવીનભાઇ ગોહીલ, જે. આર. રાવલ અને જી. પી. ઠોરીયાના માર્ગદર્શનથી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ આયોજન સાથે પોસ્ટમેન દ્વારા ટપાલની વહેંચણી સહિતના રાબેતા મુજબના કામો ચાલુ રહેશે. [gallery ids='105205,105206']