ટંકારા : ટંકારા તાલુકાના જયનગર (સાવડી) ગામે જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 19ના રોજ જયનગર (સાવડી) ગામે અશોકભાઇ બચુભાઇ સોલંકીના ઘર પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રૂ. 5,150 જપ્ત કરવામાં આવ્યા છે. આ બનાવમાં પોલીસે અશોકભાઇ બચુભાઇ સોલંકી, ભાવેશભાઇ કારૂભાઇ સોલંકી તથા સવજીભાઇ તેજાભાઇ છીપરીયાની અટકાયત કરી છે.