મોરબી : મોરબીના જૈન સમાજે ગઈકાલે બપોરે એકસાથે થાળી વગાડી મહાવીર જયંતિ ઉજવી છે. મોરબીના વકીલ ઉર્મિલાબેનના AAA ગ્રુપમાં નીલાબેન ટોલીયાના વિચારથી પ્રેરિત થઇ ગ્રુપની મહિલાઓએ બપોરે 12 વાગ્યે એક સમયે પોતાના ઘરે થાળી વગાડી મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણી કરી છે. આમ, કોરોનાના લીધે સમસ્ત જૈન સમાજે ઘરે બેઠા સાદાઈથી મહાવીર જયંતિ ઉજવણી કરી હતી.