મોરબી : મોરબીમાં કુબેર સીનેમા પાછળ મફતીયાપરા યોગીનગરના બોર્ડ સામેના વિસ્તારમાં રહેતા દીનેશભાઇ દેવસીભાઇ સોલંકીની 18 વર્ષીય દીકરી દીવ્યા ગત તા. 17ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામા કોઇ કારણોસર કોઇને કહયા વગર ઘરેથી જતી રહેલ છે. જો કે ઘરેથી કોઈ ચીજવસ્તુ લઇ ગયેલ નથી. પરિવારજનોએ તેની તપાસ કરતા ક્યાય મળી આવેલ નથી. આથી, ગુમશુદાના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા તેને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિવ્યાએ ગુલાબી કલરનુ ટોપ તથા ફોકી કલરની લેગીસ પહેરેલ છે. તથા તેના ડાબા હાથમા ક્લાઇ પર દીવ્યા ત્રોફાવેલ છે. દિવ્યા વાને ઉજળી તથા મધ્યમ બાધાની ઉચાઇ ધરાવે છે.