મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય દિલીપભાઈ દલસાનિયાએ આજે તેમના જન્મદિવસને સેવામય બનાવ્યો છે. તેમણે જરૂરિયાતમંદોને માસ્ક અને ઉકાળાનું વિતરણ કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે. યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અને ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની પ્રેરણા, દુરદર્શીતા અને વિધારધારા મુજબ હાલની કોરોના મહામારીને ધ્યાનમાં લઇ ગ્રુપ દ્વારા ચલાવાતા કેમ્પઈન 'હું પણ સૈનિક'ના ભાગરૂપે ઝુંપડપટ્ટી વિસ્તારના આશરે 900 લોકોને માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ તેઓ આ મહામારીમાં યોગ્ય તકેદારી લે અને કોરોના સામેની જંગમાં એક સૈનિક બની આ જંગ જીતી શકે એ માટે યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપેલ છે. ઉપરાંત, વહેલી સવારથી અત્યાર સુધી આશરે 1000થી વધુ લોકોને રોગ પ્રતિકારક આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરેલ છે. આ તકે દિલીપભાઈ દલસાનીયા દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોરોના મહામારી અટકાવવા લોક જાગૃતિ અર્થે 'હું પણ સૈનિક' કેમ્પઈનને જન-જન સુધી પહોંચાડવાની શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.