મોરબી : મોરબીના જેતપર રોડ પર રંગપર ગામની સીમ સેલેન્ટો સિરામીક સામે ગઈકાલે ટેન્કરે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ટેન્કર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીમાં રહેતા મુકેશભાઇ બાબુલાલ ગામી ગઈકાલે પોતાનું .GJ-03-BK-7871 નબરનું મોટરસાઇકલ લઈને મોરબીના જેતપર રોડ પર રંગપર ગામની સીમ સેલેન્ટો સિરામીક સામે પસાર થઈ રહ્યા હતા.ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળુ ટેન્કર નંબર-GJ-03-W-8713 પુરઝડપે ચલાવી આગળ જતા ટ્રક ટેઇલર નંબર RJ-19-GE-8852ની સાઈડ કાપવા જતા આ બન્ને વાહનોમાં દબાઈ જતા અને ટેન્કરની હડફેટે ચડી જતા બાઇક ચાલક મુકેશભાઇ બાબુલાલ ગામીને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈ કિરીટભાઇ બાબુલાલ ગામીએ ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.