માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના લક્ષ્મીવાસ ગામના સરપંચ દ્વારા હાલ કોરોનાની મહામારી સામે રક્ષણ માટે ગત તા. 15મી ઓગસ્ટથી સતત 5 દિવસ સુધી ઘરે-ઘરે ઉકાળા તથા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 5મા દિવસે ઘર દીઠ ફરજીયાત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે લક્ષ્મીવાસના યુવા સરપંચ જયદીપભાઈ બાલુભાઈ સંઘાણી કોરોનાથી સતર્ક રહેવા માટે અપીલ કરી હતી.