મોરબી : આગામી દિવસોમાં ગણેશોત્સવ નિમિત્તે મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માંના શિષ્યા રતનબેનના વ્યાસપીઠ સ્થાનેથી યોજાનાર ગણેશ પુરાણ કથા ટીવી ચેનલના માધ્યમથી નિહાળી શકાશે. આ કથા આગામી તા. 22 થી 30 ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગરના વાદીપરા ખાતે યોજવામાં આવનાર છે. આ કથા રાત્રે 8 થી 11 દરમિયાન કર્તવ્ય ટીવી ચેનલ પર જોઈ શકાશે. જેનો લાભ લેવા આશ્રમ દ્વારા યાદીમાં જણાવાયું છે.