મોરબી : મચ્છુ-2 કેનાલના સાયફનની નવી ડિઝાઇન તૈયાર કરી રીપેર કરવાની માંગ મોરબીના રહીશ અનિલ સરડવા (B.E. Civil) દ્વારા મચ્છુ-2 યોજવાના કાર્યપાલક ઈજનેરને કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબીના બગથળા ગામે આવેલ મચ્છુ-2 કેનાલમાં 6500 મી. એ આવેલ સાયફન વરસાદનું પાણી આવતા ધોવાય ગયુ છે. જેથી, કેનાલમાંથી આવતું પાણી આજુ બાજુના ખેતરમાં જાય છે જેથી, વાવેતર કરેલ પાકને નુકશાન થાય છે અને પાક નિષ્ફળ જાય છે. આ બાબત અંગે અનિલભાઈ પી. સરડવા(સિવિલ એન્જીનીયર) એ મચ્છુ-૨ સિંચાઈ વિભાગને તા.૨૬/૫/૨૦૨૦ તથા ૨૮/૮/૨૦૨૦ ના રોજ અરજી કરેલ છે છતાં આજદિન સુધી આ સમસ્યાનો હલ કરવામાં આવ્યો નથી. આ ચોમાસા દરમિયાન તા.૨૦/૮/૨૦૨૦ ના રોજ કેનાલ પણ તૂટી ગયેલ છે. જેથી, આજુ બાજુના ખેતરમાં પાણી ઘૂસતા તમામ પાક નિષ્ફળ ગયેલ છે. આ બાબતનો વહેલામાં વહેલી તકે નિવારણ કરવામાં આવે અને આ જગ્યા પર ચારેય બાજુથી આર.સી.સી.નું બાંધકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.