વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં સેવાભાવી લોકો દ્વારા છેલ્લા 5 દિવસથી વહેલી સવારે ઘરે-ઘરે જઈને ઉકાળાનુ વિતરણ કરવમાં આવ્યુ છે. જેમા 17 લોકોની ટીમ દ્વારા આ કાર્ય સફળ બન્યુ છે. આજે વિતરણનો છેલ્લો દિવસ છે. આ ઉકાળાનુ કાચુ મટિરિયલ RRS દ્વારા આપવામાં હતું. ઉકાળો બનાવવા માટે મગનભાઈ જોગરજીયા, મહેશભાઈ કોબિયા તથા રવિભાઈ કોબિયાએ જહેમત ઊઠાવી હતી. તેમજ ઉકાળા વિતરણ માટે પ્રવિણભાઈ ડાભી, અર્જુનસિહ ઝાલા, મનિષભાઈ કૉબિયા, વિજયભાઈ જૉગરજિયા, સહદેવભાઈ જૉગરજિયા, જગદિશભાઈ તાવિયા, એસ્પાલભાઈ કૉબિયા, હર્ષદભાઈ મકવાણા, શૈલેષભાઈ જૉગરજિયા, સુરેશભાઈ જૉગરજિયા, ધર્મેશભાઈ કૉબિયા, વિશાલભાઈ જાદવ, યશભાઈ કૉબિયા તથા યૉગેશભાઈ કૉબિયા એ જહેમત ઉઠાવી હતી.