કુલ રોકડ રકમ રૂ. 1,41,200 જપ્ત મોરબી : મોરબી શહેરમાં એક રહેણાંક મકાનમાં જુગાર રમતા 8 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 1,41,200 જપ્ત કરી છે. ગઈકાલે તા. 19ના રોજ મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમની પાછળ ભકિતનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 1,41,200 કબ્જે કરવામાં આવી છે. આ બનાવમાં રસીકભાઇ વેલજીભાઇ કકાણીયા, યુવરાજભાઇ મનહરભાઇ ગઢીયા, ભરતભાઇ પોપટભાઇ પડસુંબીયા, શૈલેષભાઇ જયરામભાઇ ભોજાણી, ભરતભાઇ ચતુરભાઇ કાનેટીયા, ચમનભાઇ મુળજીભાઇ ઠોરીયા, હસમુખભાઇ બાબુભાઇ ઝાલરીયા તથા દેવેન્દ્રભાઇ ગોપાલભાઇ મોરડીયા વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.