રઝવી માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે સમાજના બાળકો માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા કરાઈ મોરબી : RTI એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ સર્વે બાળકોને અભ્યાસ કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. સરકારી શાળાઓમાં તો શિક્ષણ નિઃશુલ્ક જ હોય છે ત્યારે ખાનગી અને ઘણીવાર નામાંકિત ગણાતી શાળાઓમાં બાળકોને અભ્યાસ કરવા ઇચ્છુક વાલીઓ તગડી ફીને કારણે પોતાના સંતાનોને અભ્યાસ કરાવી શકતા નથી. ત્યારે RTI હેઠળ શાળાની કુલ બેઠકોના અનુપાતમાં આવા બાળકોને પ્રવેશ આપવામાં આવે એવા સરકારી આદેશને અનુલક્ષીને પ્રવેશ પ્રક્રિયા થાય છે. હાલ આવી પ્રવેશ પ્રક્રિયા ધોરણ 1થી 8માં પ્રવેશ ઇચ્છુક બાળકો માટે શરૂ થઈ છે ત્યારે મોરબીની રઝવી માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે સમાજના બાળકો માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મોરબીમાં રાજકોટ સ્થિત રઝવી માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ મળી રહે તે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ૧ જુન ૨૦૨૦ સુધીમાં પાંચ વર્ષ પુર્ણ થયા હોય તે બાળકનો ધોરણ ૧થી ૮ સુધી ખાનગી શાળામાં મફત પ્રવેશ મળવા પાત્ર છે. જેનાં ફોર્મ તા.૧૮-૦૮-૨૦૨૦થી ૨૯-૦૮-૨૦૨૦ સુધી https://rte.orpgujarat.com વેબસાઇટ પર ઓનલાઈન ભરવામાં આવશે. તેમજ રઝવી માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં બાળકના આધાર પુરાવા આધારકાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, બેન્કખાતાની પાસબુક (મરજીયાત), પાસપોર્ટ સાઇઝના બે ફોટો અને વાલીઓ માટે જાતિનો દાખલો, માતા-પિતાનાં આધારકાર્ડ, રેશનકાર્ડ/લાઈટબીલ, વાલીની બેન્કખાતાની પાસબુક, આવકનો દાખલો ગ્રામીણ-૧,૨૦,૦૦૦ શહેરી માટે ૧,૫૦,૦૦૦ તેમજ બી.પી.એલ કાર્ડ (સ્કોર ૦ થી ૨૦) આધાર પુરાવા સાથે નીચેનાં સ્થળેએ ફોર્મ ભરી શકશે. આ માટે રઝવી માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઓફીસ, મોરબી બ્રાંચ, જય કોમ્પલેક્ષ, જુનાણી સાયકલ સામે, ગેસ્ટ હાઉસ રોડ - મોં ન 9925567077 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.