વાવડી રોડ, પંચાસર રોડ અને કેનાલ-રવાપર રોડ પર વારંવાર બંધ રહેતી સ્ટ્રીટ લાઈટોથી ત્રાહિમામ નાગરિકે પાલિકા પાસે માંગ્યો ખુલાસો : મોરબી : એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીની સમગ્રતઃ હાલત દયનિય બની ગઈ છે. રોડ-રસ્તાના પ્રશ્નો હોય કે ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા હોય કે 'સ્વચ્છતા' બાબતે કરાતું 'સ્વચ્છંદી' સમાધાન હોય, મોરબીવાસી પેરિસ તો ઠીક પણ 19મી સદીના કોઈ અંતરિયાળ ગામડામાં રહેતો હોય એવી મુશ્કેલીઓ ભોગવી રહ્યો છે. ત્યારે મોરબીના એક જાગૃત નાગરિક અને આરટીઆઇ એક્ટિવિસ્ટે પાલિકા પાસે સ્ટ્રીટ લાઈટના અણધડ વહીવટ સંદર્ભે રાઈટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ જાણકારી માંગી છે. વાવડી ચોકડી નજીક સત્યમ સોસાયટીમાં રહેતા રાહુલભાઈ દેત્રોજાએ RTI Act 2005 અંતર્ગત મોરબી પાલિકાના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર પાસે માહિતી માંગી છે કે મોરબીના મુખ્ય કહી શકાય એવા રોડ-રસ્તા અને ચોકમાં સ્ટ્રીટ લાઈટના ધાંધિયા શા કારણે છે? આરટીઆઇમાં તેઓએ જાણવા માંગ્યું છે કે, વાવડી ચોકડીથી માધાપર, પંચાસર ચોકડીથી લાતીપ્લોટ અને ઉમિયા સર્કલથી વિનાયક સર્કલ (રવાપર રોડ) પર સ્ટ્રીટ-રોડ લાઈટો મોટેભાગે શા માટે બંધ જ હોય છે? વારંવારની ફરિયાદો છતાં આ વિસ્તારના અંધારા શા માટે નથી ઉલેચાતા? આ સમસ્યાને લઈને રાહુલભાઈએ માહિતી અધિકાર હેઠળ જાણવા માંગ્યું છે કે, (1) કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હોય એ નકલ , નામ, સરનામું અને સંપર્ક નંબર , વાર્ષિક કોન્ટ્રાક્ટની રકમની નકલ જેની સાથે તમે આ સ્ટ્રીટ લાઇટના જાળવણીનો કરાર કર્યો છે. (૨) પ્રાપ્ત થયેલ ફરિયાદોની સૂચિ અને ઠેકેદાર દ્વારા ખામીયુક્ત લાઇટ્સ બદલવા અથવા સુધારવા માટેની કાર્યવાહી. કરાર સંબંધિત પૂરાવા પ્રદાન કરો (૩)ખામીયુક્ત લાઈટોનું સમારકામ ન કરવા /ન બદલવા બદલ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરારનું સંબંધિત નકલ પ્રદાન કરો જે આનો ઉલ્લેખ કરે છે. (૪) શરતોની સૂચિ કે જેના દ્વારા ઠેકેદારની ચુકવણી કપાત કરી શકાય છે. કરારનું સંબંધિત માહિતીની નકલ પ્રદાન કરો જે આનો ઉલ્લેખ કરે છે. (૫) ફરિયાદો મળ્યા બાદ કોન્ટ્રાક્ટરની ચુકવણીમાં કાપ મૂકવાની જોગવાઈઓ. ચુકવણીમાં કપાત ન કરવા માટે કોઈ કારણ હોય તો પણ માહિતી પ્રદાન કરો. (૬) સમયગાળો કે જે સમયમાં કામ ન થાય અથવા ઉકેલ ન આવે તો તમે કોન્ટ્રાક્ટરની ચુકવણીમાં કાપ મૂકી શકાય (૭) કરાર રદ કરવા માટેની જોગવાઈઓ / શરતો. કરારનું સંબંધિત પરિપત્ર/માહિતી પત્ર પ્રદાન કરો જે આનો ઉલ્લેખ કરે છે. (૮) કરાર રદ કરવા માટે ફરિયાદોના સંજોગોનો ઉપયોગ કરવા માટે રેકોર્ડથી માહિતી. (૯) ઉપરોક્ત સંજોગોમાં, કરાર રદ કરવા માટેના સમયગાળા વિશેની રેકોર્ડમાંથી માહિતી. (૧०) મારી પાસેથી આ આરટીઆઈ અરજી પ્રાપ્ત થયા પછી તમારા દ્વારા કોન્ટ્રાક્ટરને અપાયેલા પત્રો / દિશાઓની નકલો પ્રદાન કરો (૧૧) અરજીઓ કરવા છતાં જો કામ ન થાય તો અમે આ પ્રશ્નોના ઉકેલ અંગે ક્યાં પગલાં લઇ શકાય? ફરિયાદનું સ્થળ તથા જવાબદાર અધિકારી પણ જણાવશો. [caption id='attachment_50339' align='aligncenter' width='300'] street lamps aligned with beautiful blue sky in background[/caption]