વાંકાનેર : વાંકાનેરમાં ગાયત્રી મંદિર તથા RSS સહયોગથી સેવાભાવીઓ દ્વારા વિવિધ સ્થળોએ ઉકાળા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 21 થી 30 ઓગસ્ટ સુધી સવારે 8 થી 10 વાગ્યા સુધી ગાયત્રી મંદિર, માર્કેટ ચોક પાસે અમ્રૃતા હોટલ, ભાટીયા સોસાયટીમાં સુંદરભાઈ નાવાણી દ્વારા તથા નવાપરામાં વાસુકી મંદિર પાસે ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. લોકોના સારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વાધારવામાં મદદરુપ થાય તે હેતુથી આયુર્વેદીક ઉકાળાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો આ સેવાનો અચુક લાભ લેવા વાંકાનેરવાસીઓને અપીલ કરવામાં આવલ છે. ઉકાળો લેવા આવતા લોકોએ તેમનું પાત્ર કે બોટલ સાથે લાવવાની રહેશે. વડીલો કે જે બહાર નીકળી શકતા ન હોય તેવા વડીલોને શક્ય હશે તો ઘરે ઉકાળો પહોંચાડવાની વ્યવસ્થા માટે પ્રયાસ કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ આ સેવા કાર્યમાં શારીરિક કે આર્થિક સહકાર આપવા ઈચ્છતા હોય તો તેઓએ તેમજ વધુ માહિતી માટે ૯૮૭૯૦ ૬૪૮૧૪, ૯૮૭૯૦ ૧૯૪૮૮ પર સંપર્ક કરવાનો રહેશે.