ટંકારા : ટંકારા તાલુકાના છત્તર ગામમાં એક યુવકને નાગ કરડી જતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગત તા. 15ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં છત્તર ગામમાં વીડી નામની સીમમાં વાસાભાઇ અરજણભાઇ મુંધવાને નાગ કરડી જતા ઝેરી અસર થઇ હતી. આથી, તેને બેભાન હાલતમાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયેલ હતા. ત્યાંથી વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.