ટંકારા અને માળિયામાં એક-એક ઇંચ વરસાદ મોરબી : મોરબી શહેરમાં આજે મેઘરાજા મન મુકીને વરસયા હતા. જેમાં આજે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધીમાં મોરબી-1માં આવેલી પાલિકા કચેરીના વરસાદ માપક યંત્રમાં 5 ઇંચથી વધુ અને મોરબી-2માં આવેલી મામલતદાર કચેરીના વરસાદ માપક યંત્રમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. ટંકારા અને માળિયામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે.જ્યારે હળવદમાં માત્ર ઝાપટું નોંધાયું છે. 18 ઓગસ્ટ : સવારે 6થી સાંજે 6 સુધીનો વરસાદ મોરબી-1 : 133 મીમી (મોરબી નગરપાલિકા કચેરી) મોરબી-2 : 71 મિમી (કલેકટર કચેરી,મોરબી-2) વાંકાનેર - 16 મિમી હળવદ - 4 મિમી ટંકારા - 25 મિમી માળિયા - 25 મિમી