ડેમી-2 ડેમમાં એક દરવાજો બંધ કરાતા હાલ એક જ દરવાજો ખુલ્લો મોરબી : મોરબી જિલ્લામાં આજે સારો વરસાદ નોંધાતા ડેમોમા પાણીની પુષ્કળ આવક નોંધાઇ છે. જેમાં ડેમી-3 ડેમમાં અગાઉ પાંચ દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેમાં વધુ એક દરવાજો ખોલવામાં આવતા હાલ છ દરવાજા 3 ફૂટ ખુલ્લા છે. જ્યારે ડેમી-2 ડેમમાં અગાઉ બે દરવાજા બે ફૂટ ખુલ્લા હતા. જેમાંથી એક દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ આ ડેમમાં એક દરવાજો દોઢ ફૂટ ખુલ્લો છે.