મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં ખાડા-ખબડાવાળા રસ્તાના લીધે સ્થાનિકો પરેશાન છે. હાલમાં ભારે વરસાદને કારણે કીચડ પણ થઈ જવાના લીધે પરેશાની વધી છે. મોરબી શહેરમાં જીલ્લા સેવા સદનની બાજુમાં આવેલ સો ઓરડી વિસ્તારમાં રસ્તા ખાડાખબડાવાળા છે. ખાસ કરીને વોર્ડ નંબર 4માં રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. હાલ વરસાદ પડતો હોવાના લીધે રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. આથી, કાદવ-કીચડ થતાં રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં તંત્રને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર ઘેનમાં હોય તેમ કોઈ કામગીરી કરવામાં આવી નથી. આથી, સ્થાનિકોને હાલાકીનો ભોગ બનવું પડે છે.