બે શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે સામાન્ય બાબતે મારામારી થઈ હતી. જેમાં મહિલા સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મહિલાએ બે શખ્સો સામે હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે રેલ્વે ફાટકની બાજુમાં વરૂડી માતાના મંદીરની પાછળ રહેતા મનીષાબેન દીનેશભાઈ મારવાડી (ઉ.વ.૨૫)એ આરોપીઓ હીરાભાઈ દલાભાઈ મારવાડી, હરીશભાઈ દલાભાઈ મારવાડી સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૬ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરશામાં ફરીયાદી બેન કુદરતી હાજતે જતા હોય ત્યારે આરોપીઓ ગાળો બોલતા હતા. જેથી, ફરીયાદી બેનએ આરોપીઓના ઘરે જઈ ગાળો ન બોલવા સમજાવવા જતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી લોખંડ, પાઈપ તેમજ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.