મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામ પાસે આવેલ ડેમી-3 ડેમના પાંચ દરવાજા ત્રણ ફૂટે ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં 12,852 ક્યુસેક પાણીની આવક થતા હાલ ડેમમાંથી 10,782 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચવાસના મોરબી તાલુકાના કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા, સામપર તેમજ જોડિયા તાલુકાના માવુનું ગામ મળી 7 ગામોને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે.