બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બેથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. આ બનાવ મામલે બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે ઉગમણા ઝાપા પાસે આવેલ શીતળામા મંદિર વિસ્તારમાં રહેતા સાગરભાઈ વિજયભાઈ પરમાર (ઉ.વ.૨૩) એ આરોપીઓ હસમુખભાઈ અનીલભાઈ પરમાર, લલીતભાઈ અનીલભાઈ પરમાર, અનીલભાઈ ડાયાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૭ ના રોજ ફરીયાદી મોટર સાયકલ લઈને મહેન્દ્રનગર પાસેથી જતા હોય ત્યારે આરોપીઓએ મોટર સાયકલ આડુ રાખીને અગાઉ વાડાની જમીન બાબતે ઝઘડો થયેલ હોય, તેનુ મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુ મારી બટકા ભરી લોખંદના પાઈપ વતી ફરીયાદીને માર મારતા ફરીયાદીને પાંસળીમા તથા મણકામા ફેકચર જેવી ઈજાઓ કરી હતી. જ્યારે સમાપક્ષના હસમુખભાઈ અનીલભાઈ પરમારએ આરોપીઓ સાગરભાઈ વિજયભાઈ પરમાર, બીપીનભાઈ દિનેશભાઈ પરમાર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ ફરીયાદી તથા સાહેદ મોટર સાયકલ લઈને જતા હોય ત્યારે આરોપીઓએ મોટર સાયકલ આડુ રાખીને અગાઉ ઝઘડો થયેલ હોય, તેનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદને આરોપી લાકડી વતી તથા ઢીકાપાટુનો માર મારી ગાળો આપી મુંઢમાર માર્યો હતો. બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.