મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાની હરિફાઈનું આયોજન કરેલ છે. જેમાં પોતાની જાતે માટીમાંથી ગણપતિ બનાવી, સ્પર્ધક પોતે બનાવતા હોય એવા 4 ફોટા અને તૈયાર થઇ ગયા પછી 1 ફોટો એમ કુલ 5 ફોટા વોટ્સએપ પર મોકલવાના રહેશે. આ સ્પર્ધામાં કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકશે. કોઈપણ સાઇઝના ગણપતિ બનાવી શકાશે. દરેક સ્પર્ધકે ફોટાની સાથે પોતાનું નામ, વોટ્સએપ નંબર, સરનામું, ઉંમર અવશ્ય લખવાનું રહેશે. દરેક સ્પર્ધકને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. હરિફાઈમાં 1, 2, 3 નંબરને પુરસ્કાર આપવામાં આવશે. ફોટા મોકલવાની છેલ્લી તારીખ 19/08/2020 થી 22/08/2020 છે. નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે. ફોટા મોકલવા માટે બંસી શેઠ 9376652360 અને સિદ્ધાર્થભાઈ જોષી 92288 97372ને વોટ્સએપ કરવાનું રહેશે. વધુ વિગત માટે અબ્બાસભાઈ લાકડાવાલા 98252 22821, પરમાર રૂપેશ (કવિ જલરૂપ) 99793 12383નો સંપર્ક કરવાનું રહેશે.