ઉપરવાસમાંથી પાણીની સતત આવકને પગલે ડેમ 95 ટકા ભરાઈ ગયો ટંકારા : ટંકારાનો ડેમી-2 ડેમ ઓવરફલો થવાની અણીએ પહોંચતા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને પગલે 10 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 ડેમ 95 ટકા ભરાઈ જતા તંત્ર દ્વારા મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, મોટા રામપર, આમરણ, બેલા, ધૂળકોટ, કોયલી, ટંકારા તાલુકાના નાના રામપર, નશીતપર અને જોડિયા તાલુકાના માવનુંગામ આમ 10 ગામોને એલર્ટ કર્યા છે. અને ડેમના 3 દરવાજાને દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ડેમની કુલ સપાટી 48 મીટર છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની સતત આવકને પગલે ડેમમા પાણી હાલ 47.95 મીટરે પહોંચી છે.