સ્થાનિકોએ કલેકટરને રજુઆત કરીને તેમની સોસાયટીના માર્ગને ખુલ્લો કરવાની માંગ કરી મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલ શિવગંગા રેસીન્ડસી સોસાયટીના માર્ગને અમુક શખ્સોએ ગેરકાયદે દબાણ કર્યું હોવાથી આ સોસાયટીના રહીશોએ અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે. આથી, આ સોસાયટીના રહીશોએ કલેકટરને રજુઆત કરીને તેમની સોસાયટીના માર્ગને ખુલ્લો કરવાની માંગ કરી છે. મોરબીના નાની વાવડી ગામે આવેલ શિવગંગા રેસીન્ડસી સોસાયટીના રહીશોએ ગામના સરપંચ તથા કલેકટર રજુઆત કરી હતી કે શિવગંગા રેસિન્ડસી સોસાયટીમાં 70 જેટલા મકાનો આવેલા છે અને 60 જેટલા પરિવારો વસવાટ કરે છે. ત્યારે શિવગંગા રેસિન્ડસી સોસાયટીમાં અવરજવર માટેના દશામાંના મંદિરની બાજુમાં થઈ શનાળા તરફ જવાના માર્ગ પર અમુક સ્થાનિક શખ્સોએ ગેરકાયદે દબાણ કર્યું છે. આથી, સોસાયટીના લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. આ સોસાયટીના લોકોને અડચણરૂપ બને તેવું આ શખ્સોએ ગેરકાયદે દબાણ કરીને ખરાબ વર્તન કરતા હોવાની પણ ફરિયાદ કરી હતી. તેથી, સોસાયટીના લોકોને ખૂબ જ હાલાકી પડે છે. જો કે આ બાબતે અગાઉ રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આથી, સોસાયટીના રહીશોએ કલેકટરને રજુઆત કરીને તેમની સોસાયટીના માર્ગ પર થયેલા ગેરકાયદે દબાણને હટાવવાની માંગ કરી છે.