મોરબી : મોરબી શહેરના વીસીપરામાં જુદા-જુદા બનાવમાં જુગાર રમતા પાંચ મહિલાઓ તથા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. ગઈકાલે તા. 16ના રોજ મોરબી શહેરમાં આવેલ વીસીપરામાં રમેશ કોટન મીલ પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા મરીયમબેન રહીમભાઇ સુમરા, સારાબેન આદમભાઇ સુમરા, નસીમબેન અબ્દુલભાઇ સુમરા, મુમતાઝબેન સબીરભાઇ સમા તથા અમીનાબેન ફરીદભાઇ સુમરાને પકડી પાડવામાં આવેલ છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂ. 4,800 જપ્ત કર્યા છે. તેમજ આ જ સ્થળેથી અફજલભાઇ કરીમભાઇ સુમરા તથા સલીમભાઇ રહીમભાઇ સુમરાને જુગાર રમતા ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 1,500 કબ્જે કર્યા છે. પોલીસે બંને કેસના આરોપીઓની અટકાયત કરી છે.