મોરબી : મોરબીના રફાળેશ્વર રોડ પર જોધપર ગામ પાસે ડેમ તરફ જવાના માર્ગે એક કાર અને માલવાહક મીની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારને ખાસ્સું નુકશાન થયું હતું. જો કે સદનસીબે કોઈને ગંભીર ઇજા થઈ ન હતી. આજે મોરબીથી રફાળેશ્વર જવાના રસ્તે જોધપર ગામ નજીક ડેમ તરફ જતા રસ્તા પર GJ 22 T 0896 નંબરના ટાટા મીની ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારને ખાસ્સું નુકશાન પહોંચ્યું હતું. અકસ્માતમાં કારના ડ્રાઈવર સાઈડના બોનેટના ભુક્કા થઈ ગયા હતા. જો કે સદનસીબે કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને કોઈ ગંભીર ઇજા પહોંચી ન હતી.