મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સૌથી વધુ પ્રકોપ મોરબી શહેરમાં છે. ત્યારે સૌથી વધુ ગંભીર બાબત એ છે કે કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડી ગયા છે. છેલ્લા એક અઠવાડિયામાં એક પીએસઆઇ સહિત 7 પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તેથી, પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો ઉપર કોરોનાનું જોખમ વધતું હોવાથી સાવચેતીના ભાગરૂપે ડીવાયએસપી રાધીકા ભારાઈની સૂચનાને પગલે એ ડિવિજન પીઆઇ જે. એમ. આલના માર્ગદર્શન હેઠળ આરએસએસ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટૅશન, બી ડિવિઝન પોલીસ સ્ટૅશનના પોલીસ કર્મચારીઓને તથા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારોને ઉકાંળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આરએસએસ દ્વારા આ રીતે સાત દિવસ સુધી પોલીસ કર્મચારીઓને તથા તેમના પરિવારોને કોરોનાથી રક્ષણ આપવા ઉકાળાનું વિતરણ કરાશે.