આવતીકાલે તા. 18ના રોજ પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત મામલે ખાસ સામાન્ય સભા યોજાશે મોરબી : મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડતા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યોએ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. આથી, પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મામલે આવતીકાલે તા. 18ના રોજ ખાસ તાલુકા પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આથી, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો આવતીકાલે ફેંસલો થશે. મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હસરાજભાઈ પંચોટીયા સામેની અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવા મામલે આવતીકાલ તા.18ના રોજ સાંજે 4 વાગ્યે તાલુકા પંચાયતમાં ખાસ સામાન્ય સભા યોજાશે. તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પંચોટીયા હમણાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. તેથી, તેમની સામે અવિશ્વાસ દરખાસ્ત કોંગ્રેસના સદસ્યો દ્વારા મુકવામાં આવી છે. ત્યારે તાલુકા પંચાયતની હાલની સ્થિતિ જોઈએ તો તાલુકા પંચાયતની કુલ 26 સીટ છે. તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપમાં જોડતા હવે કોંગ્રેસની 21માંથી હાલ 20 સીટ છે. જો કે ભાજપ પાસે પાંચ સીટ હતી. તેમાંથી એક સભ્ય સસ્પેન્ડ થયા છે. તેથી, ભાજપ પાસે હવે 4 સીટ રહી છે. આથી, કોંગ્રેસના 20 અને ભાજપના 4 મળીને કુલ 24 સભ્યો પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મામલે આવતીકાલની સામાન્ય સભામાં મતદાન કરશે. જો કે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી છે ત્યારે આવતીકાલની સામાન્ય સભામાં કોંગ્રેસ પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવાના સફળ થશે કે કેમ તે જોવાનું રહ્યું.