કોરોના વોરિયર્સ સહિતના લોકોને ફ્લેગ લગાવી દેશ પ્રત્યેનો આદરભાવ અને રાષ્ટ્ભાવના પ્રગટાવવાનો પ્રયાસ કર્યો મોરબી : મોરબીમાં સામાજિક કાંતિ થકી દેશભાવના સતત ઉજાગર કરતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા 15 ઓગસ્ટ 74 માં સ્વતંત્રતા પર્વની અનોખી રાષ્ટ્ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી.ખાસ કરીને શહેરીજનોમાં કાયમ દેશભરમાં જગૃત રહે તેવા ઉદ્દેશ સાથે 74 સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્ધ્વજના ચિન્હરૂપી ફેલગને લગાવ્યા હતા.જેમાં કોરોના વોરિયર્સ સહિતના લોકોને ફ્લેગ લગાવી દેશ પ્રત્યેનો આદરભાવ અને રાષ્ટ્ભાવના પ્રગટાવવાનો પ્રયાસ કર્યો હતો. મોરબીમાં સદાય દેશભાવના જગૃત કરવા માટે સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 74માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશની આન બાન અને શાન સમા ત્રિરંગા-રાષ્ટ્રધ્વજના પ્રતીક રૂપે ત્રિરંગાના ચિન્હરૂપીને મોરબી શહેરમાં જાહેર વિતરણ કરીને ત્રિરંગા અને દેશ પ્રત્ય આદરભાવ અને રાષ્ટ્રભાવના પ્રગટાવાનો પ્રયાસ કરાયો હતો.જેમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા લોકોમાં દેશપ્રેમ અને ભાઈચારા સાથે રાષ્ટ્રહિતની વૃત્તિ અને દ્રષ્ટિ કેળવાય તેવા હેતુથી 15મી ઓગસ્ટનાં આઝાદીના પર્વ નિમિતે દેશના ગર્વ અને સન્માનના પ્રતીક સમા ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગાને ચિન્હ રૂપે લગાડી રાષ્ટ્રપ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી દેશપ્રેમ જાગૃત કરવાનો પ્રયત્ન કરાયો હતો. યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ આ અંગે જણાવ્યું હતું કે ,આપણા રાષ્ટ્ધ્વજ સમગ્ર દેશની આન,બાન અને શાન છે.દેશના દરેક નાગરિકોને રાષ્ટ્ધ્વજ પ્રત્યે અપાર ગૌરવની.લાગણી હોય છે.દેશનો ત્રિરંગો શાનથી લહેરાય ત્યારે દરેક દેશવાસીઓના મનમાં દેશભાવના વધુ બળવતર બને છે.ત્યારે 74 સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોરબીવાસીઓમાં કાયમ દેશભાવના છલકતી રહે એવા ઉમદા ઉદ્દેશ સાથે લોકોને ફ્લેગ લગાવીને તેમનામાં દેશભક્તિનો સંચાર કરવાનો હકારાત્મક પ્રયાસ કરાયો હતો. [gallery ids='104630,104631,104632,104633']