સમતા ફાઉન્ડેશન દ્વારા અનુસૂચિત જાતિના ધોરણ 1થી 8માં પ્રવેશ મેળવવા ઇચ્છુક બાળકોના ફોર્મ ભરવાનું શરૂ કરાયું : મોરબી : 'સમતા ફાઉન્ડેશન' દ્વારા અનુસૂચિત જાતિના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ મળી રહે તે માટે નિ:શુલ્ક ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અનુ.જાતિ સમુદાયનાં બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ૧ જુન ૨૦૨૦ સુધીમાં પાંચ વર્ષ પુર્ણ થયા હોય તે બાળકનું ધોરણ ૧ થી ૮ સુધી ખાનગી શાળામાં મફત પ્રવેશ મળવા પાત્ર છે. જેનાં ફોર્મ તા.૧૮-૦૮-૨૦૨૦થી ૨૯-૦૮-૨૦૨૦ સુધી https://rte.orpgujarat.com વેબસાઇટ પર ઓનલાઈન ભરવામાં આવશે. તેમજ મોરબીમાં 'સમતા ફાઉન્ડેશન' દ્વારા પણ નિ:શુલ્ક ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક બાળકના આધાર પુરાવા આધારકાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, બેન્કખાતાની પાસબુક (મરજીયાત), પાસપોર્ટ સાઇઝના બે ફોટો અને વાલીઓ માટે જાતિનો દાખલો, માતા-પિતાનાં આધારકાર્ડ, રેશનકાર્ડ/લાઈટબીલ, વાલીની બેન્કખાતાની પાસબુક, આવકનો દાખલો ગ્રામીણ-૧,૨૦,૦૦૦ શહેરી માટે ૧,૫૦,૦૦૦ તેમજ બી.પી.એલ કાર્ડ (સ્કોર ૦ થી ૨૦) આધાર પુરાવા સાથે નીચેનાં સ્થળોએ ફોર્મ ભરી શકશે. સમતા ફાઉન્ડેશન ઓફિસ યુનિક સાયબર ઝોન ધર્મેશભાઈ મકવાણા મો.૮૦૦૦૮ ૨૭૪૬૧, ઓમશ્રી સ્ટુડિયો-ઝેરોક્ષ મહેશભાઈ ભંખોડીયા (નજરબાગ રોડ) મો.૯૯૧૩૮ ૯૭૬૦૫, ધૃવા ક્લેકશન રાહુલભાઈ સોલંકી (રવાપર રોડ) મો.૮૦૦૦૦ ૧૧૮૭૭, સાવનભાઈ વાઘેલા (વિજયનગર) મો.૯૯૦૪૯ ૦૪૪૦૦, દિલિપભાઈ દલસાણીયા (વણકરવાસ) મો.૮૦૦૦૮ ૨૭૫૭૭, અરવિંદભાઈ પરમાર (ઉમિયાનગર), મો.૯૮૨૪૫ ૫૫૨૬૮ પર ફોર્મ ભરી શકશે.