મોરબી : ભડીયાદ ગામમાં જવાહર પ્રાથમિક શાળામાં ૧૫મી ઓગસ્ટના રોજ ૭૪માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કોરોનાને લીધે સાદાઈપૂર્વક કરવામાં આવી હતી. સરપંચ, સ્કૂલના આચર્ય, સ્કૂલના શિક્ષકો અને તાલુકા પંચાયત સભ્ય દ્વારા દેશની આન, બાન, શાન તિરંગા રાષ્ટ્રીય ધ્વજને ફરકાવી વીર સપૂતોને યાદ કરી સલામી આપી નારા લગાવ્યા હતા.