યંગ ઇન્ડિયા ગ્રુપના કોરોનાને નાથવા માટેના જનજગૃતિ અભિયાનમાં દરેકને જોડાવવાનું આહવાન કરાયું મોરબી : મોરબી શહેરમાં કોરોનાએ આડો આંક વાળી દીધો છે. લોકડાઉન ખુલ્યા બાદ કરોનાના સંકર્મીતોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. હવે તો કોરોનાનો કહેર એટલી હદે વધ્યો છે કે દરરોજના સરેરાશ 20થી વધુ કેસો નોંધાઇ છે. કોરોના હવે ખતરનાક ઝોનમાં પહોંચી ગયો હોવાથી સામુહિક જનજાગૃતિ અત્યંત જરૂરી છે. ત્યારે મોરબીના જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા કોરોના સામે 'હું પણ સૈનિક' જનજગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ અભિયાનમાં દરેક લોકોને જોડાવવાનું આહવાન કરાયું છે. મોરબીમાં અગાઉ કોરોનાને લઈને લાગુ કરાયેલા લોકડાઉનના તબક્કા દરમિયાન કોરોના ખૂબ જ અંકુશમાં રહ્યો છે. ખાસ કરીને લોકડાઉન કોરોનાના બે થી ચાર કેસો હતા. એટલે લોકો કોરોનાથી એકદમ સલામત હતા. પણ જેવું લોકડાઉન ખુલ્યું અને અનલોકની શરૂઆત થઈ ત્યારથી મોરબીમાં કોરોનાએ ભરડો લીધો છે. શરૂઆતમાં દરરોજના સરેરાશ ચાર કેસો જ નોંધાતા હતા. પણ દિવસેને દિવસે કોરોના તેજ રફતાર એટલી વધી કે અનેક લોકો કોરોનાના શિકાર બન્યા છે. જોકે લોકોની જીવનશૈલી અગાવની જેમ સામાન્ય બની ગઈ છે. આથી કોરોનાનો ખતરો વધી ગયો છે. ત્યારે લોકો ખરેખર જાગૃત બનીને સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરે તો જ કોરોનાથી બચી શકાય એમ છે. આથી કોરોના સામે લોકોને જાગૃત કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપે બીડું ઉઠાવ્યું છે અને એક સામુહિક જનજગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ જનજગૃતિ અભિયાનમાં દરેક લોકો જોડાયને મોરબીની કોરોના મુક્ત કરવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના પ્રત્યેક પરિવાર વતી પરિવારના સભ્યશ્રીએ નીચે દર્શાવેલ યંગ ઇન્ડિયા ગ્રુપના મોબાઈલ નંબર પર કોરોના મુક્ત મારુ મોરબી ઝુંબેશ અંતર્ગત પ્રતિજ્ઞાપત્ર (આગળ દર્શાવેલ છે) તેનો વિડિઓ બનાવી ગ્રુપને મોકલી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અપીલ કરાઈ છે. વિડિઓ માટેનું સંકલ્પ પત્ર.. નમસ્કાર..કોરોના રૂપી રાક્ષસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધો છે ત્યારે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના કેમ્પેઈન 'હું પણ સૈનિક ' અનુસંધાને હું આજથી સંકલ્પ લવ છું કે, હું મારી અને મારા પરિવાર સંપૂર્ણની જવાબદારી લઇ કોરોના સામેના આ યુદ્ધમાં વિજય થવાના તમામ પ્રયત્નો કરીશ. તેમજ મારા પરિવાર અને આડોશ-પડોશના લોકોને માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની સૂચના આપીશ અને પાલન કરાવીશ.. જયહિંદ 'હું પણ સૈનિક ' નામ:- રેહવાસી:- ઉપરોક્ત સંકલ્પપત્ર અથવા આપના દ્વાર બનાવેલ વિડિયો મો નંબર:- 9978388880 ઉપર વોટ્સએપનાના માધ્યમથી મોકલી આપવા અનુરોધ છે. આપનો સંકલ્પ મોરબી જિલ્લાને કોરોના મુક્ત થવાની દિશામાં અદમ્ય પ્રેરણા, સ્વયંજાગૃતિ અને સ્વસ્થસંહિતાનો ત્રિવેણી-ત્રીમંત્ર અર્પણ કરવાનું નિમિત્ત બનશે. તેવું યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું.