મોરબી, હળવદ, માળીયામાં માત્ર મેઘાડંબર મોરબી : આજે 16 ઓગસ્ટ સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમ્યાન હળવદ અને માળીયા મી.ને બાદ કરતાં મોરબી જિલ્લાના ત્રણેય તાલુકામાં વધતો ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વાંકાનેર તાલુકા પર મેઘમહેર વરસી છે. આજે સવારે પુરા થતા 24 કલાક દરમ્યાન મોરબી તાલુકામાં માત્ર 2 મી.મી પાણી વરસ્યું છે. જ્યારે વાંકનેરમાં 85 મી.મી(3.5 ઇંચ) સચરાચર વરસાદ અને ટંકારામાં 48 મી.મી.(2 ઇંચ) વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ વરસાદના આંકડા જોઈએ તો ટંકારામાં મોસમનો કુલ વરસાદ સૌથી વધુ 625 મી.મી. નોંધાયો છે. ત્યાર બાદ અનુક્રમે વાંકાનેર 623 મી.મી., મોરબી તાલુકામાં 614 મી.મી., હળવદમાં 406 મી.મી. અને સૌથી ઓછો વરસાદ માળીયા મી. તાલુકામાં 380 મી.મી. નોંધાયો છે. પાછલા 30 વર્ષની સરેરાશ જોતા ચાલુ માસની સિઝન સુધીમાં મોરબી તાલુકામાં 559 મી.મી.ની સામે 614 મી.મી., વાંકાનેર તાલુકામાં 493ની સરેરાશ સામે 623 મી.મી., હળવદ તાલુકાની 450 મી.મી.ની સરેરાશ સામે 406 મી.મી., ટંકારા તાલુકાની 549 મી.મી.ની સરેરાશ સામે 625 મી.મી. અને માળીયા મી. ની પાછલા 30 વર્ષની 461 મી.મી.ની સરેરાશ સામે અત્યાર સુધીમાં 380 મી.મી. વરસાદ વરસી ચુક્યો છે.