મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વાહન અકસ્માત થયો હતો. જેમાં બાઈકચાલકનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે તા. 16ના રોજ બપોરે 11 થી 12 વાગ્યા વચ્ચે લાલપર ગામ નજીક નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહને બાઈક નં. GJ-03-FC-5519 હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઈકચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક વાંકાનેર તાલુકાના લુણસર ગામના જીવણભાઈ ગમારા હોવાની વિગત મળી છે. તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.