મોરબી : રાષ્ટ્રીય પક્ષી મોરને આરક્ષિત જીવોની યાદીમાં સમાવવામાં આવ્યું છે. જેનો શિકાર કરવો ગુન્હો બને છે. શહેરી વિસ્તારોમાં તો મોરના દર્શન પણ દુર્લભ હોય છે ત્યારે ગામડાઓમાં પણ સ્થાનિકો મોર જેવા ભોળા પક્ષીઓ માટે સંવેદનશીલ હોય છે. મોરબીના બાદનપર ગામના તળાવના કાંઠે મોર, કબૂતર સહિતના પક્ષીઓ લોકોએ નાખેલા ચણ ચણતાં હતા ત્યારે અચાનક રખડુ શ્વાનોએ પક્ષીઓ પર હુમલો કરતા અન્ય પક્ષીઓ ઉડી ગયા હતા પણ મોટી શારીરિક રચનાને કારણે મોર ઉડી ન શકતા શ્વાનોએ એક મોરને ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત મોર તળાવમાં પડી ગયો છે એવી ટેલિફોનિક જાણકારી મળતા ગામના જીવદયા પ્રેમી નિલેશભાઈ કણઝરીયા નામના યુવકને થતા તેઓએ તત્કાળ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત મોરને બચાવવાની કામગીરી હાથ ધરી હતી અને મોરને બચાવી લેતા અન્ય ગ્રામીણોમાં પણ ખુશી વ્યાપી ગઈ હતી. [gallery ids='104619,104620']