ટંકારા : ટંકારા તાલુકા કક્ષાના ૭૪મો સ્વાતંત્ર્ય દિનની ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ઉજવણી કરવામાં આવી છે. જેમાં મામલતદાર સી. બી. નિનામાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. ત્યારબાદ કોરોના વાયરસની પરિસ્થિતિમાં ડોર ટુ ડોર સર્વેની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હેલ્થ વર્કર જગદીશભાઈ જાની અને અક્ષા ચૌધરીને સાલ ઓઢાળી મામલતદારના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રતિભાશાળી શિક્ષક દેવજીભાઈ પડશુબિયા, ખટાણા મનસુખભાઈ, દવે દાનેશભાઈ, પેઢ દિયા જયેશભાઈ, પટેલ જીતેન્દ્રભાઇ, અગોલા જોસનાબેનને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એન. એમ .તરખાલા, જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટીયા, તાલુકા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ભુપતભાઈ ગોધાણી, ટંકારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ. બી. બગડા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીજ્ઞાબેન અમૃતિયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણંજા, આર્ય સમાજના આચાર્ય રામદેવ સહિતના આમંત્રિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈએ કર્યું હતું. અંતમાં મહેમાનોના હસ્તે પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.