ટંકારા : મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે. ડેમની સંગ્રહ શક્તિના 80% ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ છે. તો ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવાની શક્યતા છે. ત્યારે ડેમની નીચાણવાસના ગામો જેવા કે ટંકારા તાલુકાના ગામો નસીતપર, નાના રામપર અને મોટા રામપર તેમજ મોરબી તાલુકાના ગામો ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા ગામોને એલર્ટ કરાયા છે. ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા, ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા સેક્શન અધિકારી બી. એસ. વેગડ દ્વારા સુચના અપાઈ છે.